Rigth To Eduction
પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
01-04-2023
વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની ખાસ સુચના:
આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
તથા, રહેઠાણનો પુરાવો જો બે પેજમાં હોય તો બન્ને પેજ PDF સ્વરૂપે અપલોડ કરવાનાં રહેશે. દા.ત, ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ બન્ને પેજને PDF સ્વરૂપે ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે. માત્ર આગળનું પેજ અપલોડ કરેલ હશે તો રહેઠાણની વિગતોની ચકાસણી થઈ ન શકવાના સંજોગોમાં આપનું ફોર્મ રદ થવાપાત્ર રહેશે. જેની ખાસ નોંધ લેશો.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો
ક્રમ દસ્તાવેજનું નામ માન્ય આધાર-પુરાવાની વિગત
1 રહેઠાણ નો પુરાવો - આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
- જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્ય ગણવામાં આવશે.
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
2 વાલીનું જાતીનું પ્રમાણપત્ર મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
3 જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4 ફોટોગ્રાફ પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5 વાલીની આવકનું પ્રમાણપત્ર આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો જ માન્ય ગણાશે.
6 બીપીએલ ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.
7 વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
8 અનાથ બાળક જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
9 સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
10 બાલગૃહ ના બાળકો જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
11 બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
12 સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો સિવિલ સર્જન પ્રમાણપત્ર

13 ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
14 (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો સિવિલ સર્જન પ્રમાણપત્ર
15 શહીદ થયેલ જવાનના બાળકો સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
16 સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
17 સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
18 બાળકનું આધારકાર્ડ બાળકના આધારકાર્ડની નકલ
19 વાલીનું આધારકાર્ડ વાલીના આધારકાર્ડની નકલ
20 બેંકની વિગતો બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
21 સેલ્ફ ડિક્લેરેશન પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
Important Link :
Official Website:

https://rte.orpgujarat.com/
RTE Admission 2023 Notification: Click Here
RTE Admission 2023 Notification: Click Here