CRPF Constable Recruitment 2023: CRPF મા કોન્સ્ટેબલ અને ટ્રેડમેનની 9000 જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પડી છે. આ ભરતી માટે નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 27-3-2023 થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. CRPF ભરતીની આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે જરુરી વિગતો જેવી કે ફોર્મ ભરવાની તારીખો,લાયકાત,અરજી ફી વગેરે માટે આ પોસ્ટ પુરી વાંચો.
CRPF Constable Recruitment 2023
જોબ સંસ્થાનુ નામ | Central Reserve Police Force |
પોસ્ટનું નામ | કોંસ્ટેબલ અને ટ્રેડમેન |
કુલ જગ્યાઓ | 9212 |
ફોર્મ શરુ થવાની તારીખ | 27 માર્ચ, 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 25 એપ્રિલ, 2023 |
પગાર ધોરણ | 21700-69100 |
વેબસાઇટ | crpf.gov.in |
CRPFમાં કોન્સ્ટેબલ ટેકનિકલ ટ્રેડસમેનની જગ્યાઓ માટે અરજી કરવા માટે, વિવિધ લાયકાતના ધોરણો કરવામા આવ્યા છે. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી હાઇસ્કૂલ (વર્ગ 10) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ખાલી જગ્યાઓ અથવા સંબંધિત કામના જ્ઞાનને લગતા ટ્રેડમા ITI હોવું આવશ્યક છે. ઉપરાંત, ઉમેદવારોની ઉંમર 1લી ઓગસ્ટ 2023 ના રોજ 18 વર્ષથી ઓછી અને 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
જો કે, ડ્રાઈવર પોસ્ટ માટે વય મર્યાદા 21 થી 27 વર્ષ રાખવામા આવી છે. જો કે, કેન્દ્ર સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે., વધુ વિગતો અને અન્ય વિગતો માટે ભરતી માટે ઓફીસીયલ નોટીફીકેશનનો અભ્યાસ કરશો.
CRPF ભરતી માટે ઓનલાઇન અરજી કેમ કરવી ?
- આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ CRPF ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
- તેમા Recruitment ઓપ્શન મા જાઓ.
- તેમા કોંસ્ટેબલ/ટ્રેડમેન ભરતીનો વિકલ્પ શોધી ઓફીસીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરો.
- ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટે જરુરી સ્ટેપ ફોલો કરો અને તમારુ ફોર્મ ઓનલાઇન ભરો.
CRPF ભરતી અરજી ફી
આ ભરતી મા જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે રૂ.100 અરજી ફી છે.
જ્યારે SC,ST કેટેગરીના પુરૂષ ઉમેદવારો, એકસ સર્વીસમેન તથા તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોને અરજી ફી મા થી મુક્તિ આપવામા આવી છે.
CRPF Constable Recruitment 2023 નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
ઓફીસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
CRPF Constable Recruitment 2023 ઓનલાઇન અરજી ક્યારથી શરુ થશે ?
27 માર્ચ, 2023